બુમરાહ ચેમ્પિયન્સ ટ્રોફીની શરૂઆતની મેચો નહીં રમી શકે?
બુમરાહ ચેમ્પિયન્સ ટ્રોફીની શરૂઆતની મેચો નહીં રમી શકે?
Blog Article
આગામી ફેબ્રુઆરી-માર્ચમાં યોજાનારી ચેમ્પિયન્સ ટ્રોફી ક્રિકેટ ટુર્નામેન્ટ ભારત માટે કપરી પૂરવાર થઈ શકે તેવા માઠા સમાચાર ટીમ માટે તાજેતરમાં આવ્યા હતા.
ભારતનો મુખ્ય સ્ટ્રાઈક બોલર, પેસર જસપ્રીત બુમરાહ ઈજાના કારણે ટુર્નામેન્ટની શરૂઆતની કેટલીક મેચ રમી શકે નહીં તેવી ધારણા તેની પીઠની તકલીફના કારણે દર્શાવાઈ રહી હોવાનું આધારભૂત વર્તુળોમાંથી જાણવા મળે છે.
હાલમાં બુમરાહ પીઠના દુખાવાની સમસ્યાથી પીડાઈ રહ્યો છે. સિડનીમાં બોર્ડર-ગાવસ્કર ટ્રોફીની 5મી અને અંતિમ ટેસ્ટ મેચના બીજા દિવસે તે મેદાનની બહાર ચાલ્યો ગયો હતો અને ઓસ્ટ્રેલિયા સામેની બીજી ઇનિંગમાં તે બોલિંગ કરી શક્યો નહોતો.
ઈજાગ્રસ્ત બુમરાહ રીહેબિલિટેશન માટે ટૂંક સમયમાં એનસીએને રિપોર્ટ કરશે. આશા છે કે તે જલ્દી સાજો થઈ થશે. ચેમ્પિયન્સ ટ્રોફીમાં તેના સંપૂર્ણ ફિટ થવા અને રમવા મુદ્દે હજુ કંઈ ચોક્કસ કહી શકાય તેમ નથી.